સુરતના વરાછામાં એક પાનના ગલ્લામાંથી 90 હજાર રૂપિયાની ચોરી થઈ છે. પેટ્રોલિંગની પોલીસની PCR વાન ગયા બાદ બે મિનિટમાં બે તસ્કર નાઈટ દુકાન સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરીને એક શખસ અંદર પ્રવેશ્યો હતો. જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો. દુકાનમાં પ્રવેશ કરનાર એક તસ્કરનું પેન્ટ પણ ખુલી ગયું હતું, ત્યારબાદ CCTV હોવાની જાણ થતા તેને કેમેરા નીચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર વરાછાના અશ્વિનીકુમાર રોડ પર શ્યાની હાઈટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે. જેમાં નીચે અમિતભાઈ સબરસ પાનનો ગલ્લો ચલાવે છે. ગતરાત્રિના એક વાગ્યા આસપાસ બે તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. એક વાગ્યા આસપાસ આ બંને તસ્કરો પોલીસની નાઈટ પેટ્રોલિંગની PCR વાન ગયા બાદ બે જ મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા
દુકાનમાં અડધો કલાક બેસી રહ્યા બાદ તકનો લાભ ઉઠાવી દુકાનનું શટર ઊંચું કર્યું હતું. ત્યારબાદ એક પાતળો તસ્કર દુકાનની અંદર નીચેથી ગળકીને પ્રવેશ્યો હતો. જેમાં તેનું પેન્ટ પણ ખુલી ગયું હતું. જેથી તેણે અંદર પ્રવેશ્યા બાદ પહેલા પેન્ટની ક્લિપને બંધ કરી હતી. દુકાનમાં CCTV હોવાની જાણ થતા ચહેરા પર રૂમાલ બાંધી દીધો હતો. ત્યારબાદ દુકાનમાં રહેલા CCTVને ઊંધા કરી નાખ્યા હતા.