Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતની ચૂંટણીને લઈને હોબાળો ચાલી રહ્યો છે. હોબાળો ઘોષણાઓનો છે. હોબાળો મુદ્દાનો છે. વિષયનો પણ છે...અને આ બધા દ્વારા મતદારોને લલચાવવામાં આવી રહ્યા છે. મુદ્દાઓ પર મુદ્દા લાદવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અર્થવ્યવસ્થા સરખી કરવા નોટો પર લક્ષ્મીજીનો ફોટો છાપવો જોઈએ. જ્યારે દેશનો ગરીબ ઈચ્છે છે કે, ફોટો તો પછીની વાત છે. પહેલા નોટ તો બતાવો.


આપનું આ હિંદુ કાર્ડ છે. આવામાં હવે ભાજપ કેવી રીતે ચૂપ બેસી શકે? ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવા કમિટી બનાવવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ઉત્તરાખંડની ચૂંટણી પહેલા જ ભાજપે ત્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, અત્યાર સુધી કંઈ થયું નથી.

હવે સવાલ એ ઉભો થાય છે કે, કોઈ પણ રાજ્ય પોતાને ત્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરી શકે ખરા? બંધારણની કલમ 44 કહે છે કે, ચર્ચા-વિચારણા કરી કોઈ પણ રાજ્ય આવા કાયદા લાગુ કરી શકે છે, પરંતુ કલમ 12 કહે છે કે, રાજ્યનો અર્થ અહિંયા રાજ્ય અને કેન્દ્ર બંન્ને થાય છે. મતલબ જો રાજ્ય એકલું ઇચ્છે તો તે તેને લાગુ કરી શકે નહીં.

પછી સવાલ ઉભો થાય છે કે, ગોવામાં સમાન નાગરિક સંહિતા લાગુ છે. તો અન્ય રાજ્યોમાં કેમ નહીં? જવાબ છે કે ગોવામાં તેની સ્થાપના પૂર્વેથી જ આ કાયદો લાગુ છે. જેને પોર્ટુગલ યુનિફોર્મ લો 1867 કહેવામાં આવે છે. તે ત્યાં પહેલેથી જ અમલમાં હોવાથી, તેને 1961માં ગોવા રાજ્યની રચના સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.