એચ.ડી.એફ.સી.બેંકમાંથી લોન મેળવ્યા બાદ હપ્તા નહીં ભરનાર લોનધારકને અદાલતે એક વર્ષની કેદ ઉપરાંત આરોપીને વાર્ષિક 6 ટકાના સાદા વ્યાજે બેંકને ત્રણ માસમાં રકમ ચૂકવી આપવા અને નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.
એચડીએફસી બેંકમાંથી મહિમનસિંહ સરવૈયાએ એઆરસી અનસિક્યોર લોન મેળવી હતી અને હપ્તા નિયમિત ભરતા ન હોય બેંક દ્વારા આરોપી વિરુદ્ધ ધી પેમેન્ટ એડ સેટલમેન્ટ એક્ટ 2007ની કલમ -25 મુજબ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ ચાલી જતા બેંક તરફે રોકાયેલા વકીલે દલીલ કરી હતી જેમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ફરિયાદ મુજબની રકમ વાર્ષિક 6 ટકા લેખે સાદા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા અને ફરિયાદ મુજબની રકમ નહીં ચૂકવે તો આરોપીને વધુ ત્રણ માસની સજા ભોગવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
ભગવતીપરામાં બોરીચા સોસાયટીમાં રહેતા રણજિતસિંહ ખેંગારજી જાડેજાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મયૂર દેવાણંદભાઇ મઠિયા, સાગર દેવાણંદભાઇ મઠિયા, હિતેષ ચકુભાઇ મઠિયા, ભરત ચકુભાઇ મઠિયા અને લક્ષ્મણ મઠિયાના બે છોકરાના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની બાજુમાં રહેતા સાળાની પુત્રી સાથે સામાવાળા પક્ષના યુવક સાથે પરિચય હોય અને અગાઉ પણ મારામારી થઇ હોય બાદમાં સમાધાન થઇ ગયા બાદ યુવતીના લગ્ન થઇ ગયા બાદ મેસેજ કરતો હોય તેને સમજાવવા જતા માથાકૂટ કરી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.21ના રોજ તેના ઘરે હતા ત્યારે તેના ઘર પાસે દેકારો થતા તે બહાર આવ્યા હતા અને તપાસ કરતાં તેના પત્ની સહિતના બહાર ઊભા હતા અને સામે દેવાણંદ મઠિયાનો પુત્ર મયૂર અને સાગર અને તેના કાકા ચકુભાઇના બે દીકરા હિતેષ અને ભરત તેમજ લક્ષ્મણના બે પુત્ર તલવાર, ધોકા, પાઇપ સાથે ધસી આવ્યા હતા અને ટૂ વ્હિલર અને કારમાં તોડફોડ કરી હતી. જેથી તેે સમજાવવા જતા તેને જમાઇ યશપાલસિંહને તું બહાર નીકળ તને મારી નાખવો છે, કહી તલવારનો ઘા મારી દેતા તેને ઇજા થઇ હતી. દરમિયાન મીનાબા તેને છોડાવવા જતા તેના પર હુમલો કર્યો હતો અને બ્રિજરાજસિંહને પણ મારકૂટ કરતાં દેકારો થતા આરોપીઓ નાસી જતા ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.