Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મુંબઈમાં અનંત અને રાધિકા અંબાણીનાં લગ્નના ભવ્ય સમારંભની તસવીરો હજી પણ લોકોના મસ્તિષ્કમાં જડાયેલી છે ત્યારે લંડનમાં પોસ્ટ વેડિંગ ઇવેન્ટ્સની તૈયારીઓ ચાલી રહી છે. પરિવારના સભ્યો લંડન પહોંચી ગયા છે. એ માટે 300 એકરમાં બનેલી અંબાણીની મહેલ જેવી સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ એન્ડ હોટલ સપ્ટેમ્બર સુધી બુક કરી લેવાઈ છે. મુકેશ અંબાણીએ 2021માં 592 કરોડ રૂપિયામાં આ હોટલ ખરીદી હતી. આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ જાણવા જેવું છે.

સ્ટોક પાર્કનું નિર્માણ 1066માં થયું હતું અને 1760માં પ્રખ્યાત ડિઝાઇનર જ્હૉન પેને તેને રીડિઝાઇન કરી હતી. ત્યાર પછી એ બ્રિટિશ રાજપરિવારોની પસંદગી બની ગઈ. 1581માં મહારાની એલિઝાબેથ (પ્રથમ) અહીં રહેતાં હતાં.

1908માં સ્ટોક પાર્ક, લીઝર અને સ્પોર્ટ્સ માટે કન્ટ્રી ક્લબમાં ફેરવાયો હતો. પ્રસિદ્ધ ગોલ્ફ કોર્સ જિઝાઇનર હૅરી કોલ્ટે અહીં 27 હોલવાળો ગોલ્ફ કોર્સ બનાવ્યો હતો. વિંબલ્ડન પહેલાં યોજાનારી બુડલ્સ ટૅનિસ ચેલેન્જ (ટેનિસ એક્ઝિબિશન)ની યજમાની સ્ટોક પાર્ક કરે છે. નડાલથી જોકોવિચ સુધીના અહીં રમી ચૂક્યા છે. જેમ્સ બૉન્ડની ફિલ્મ ‘ગોલ્ડફિંગર’ અને ‘ટુમોરો નેવર ડાઇઝ’નું શૂટિંગ અહીં થયું હતું.