બ્રિટનમાં લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક વ્યક્તિએ અનેક લોકો પર ચાકુ વડે હુમલો કર્યો છે. સ્કાય ન્યૂઝના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આમાં ઘણા બાળકો પણ સામેલ છે. ઘાયલોને ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. હુમલામાં વપરાયેલ છરી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે લોકોને ઘટનાસ્થળે ન જવાની અપીલ કરી છે. આ ઘટના ભારતીય સમય અનુસાર સોમવારે સાંજે 4.20 કલાકે બની હતી.
હુમલામાં ઘાયલ એક વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર આપવા માટે એર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મારફતે તબીબો અને ક્રૂની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.