ડિજિટલ મેપિંગ સેવા કંપની 'મેપ માય ઈન્ડિયા'એ ઓલા ઈલેક્ટ્રીક પર કથિત રીતે તેનો ડેટા ચોરી કરવા અને ઓલા મેપ્સ બનાવવા માટે લાઇસન્સ કરારનું ઉલ્લંઘન કરવા બદલ કેસ કર્યો છે. ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, મેપ માય ઈન્ડિયાની પેરેન્ટ કંપની CE ઈન્ફો સિસ્ટમ્સે કહ્યું છે કે, ઓલા ઈલેક્ટ્રીકે લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનોનું રિવર્સ એન્જિનિયરિંગ કરીને કંપનીના ડેટાની નકલ કરી છે. જૂન 2021 માં ઓલા ઈલેક્ટ્રીકે તેના ડેટાના ઉપયોગ માટે CE ઈન્ફો સિસ્ટમ્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.
CE ઈન્ફોએ દાવો કર્યો છે કે, કંપનીએ ઓલી મેપ્સ બનાવવા માટે અમારા ક્લાયન્ટના API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ) અને SDK (સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ)ની નકલ કરી છે. ઓલાએ અમારા ગ્રાહકોના ડેટાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે.