છેલ્લા નાણાકીય વર્ષ 2020-23માં દેશની રજિસ્ટર્ડ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળનો ખર્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જોકે કેટલા રૂપિયા અને ક્યાં ખર્ચાયા તેનો સંપૂર્ણ હિસાબ મેળવવો મુશ્કેલ બન્યો છે. કારણ કે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે કંપનીઓને સીએસઆર ફંડમાં ખર્ચવામાં આવેલા નાણાંની વિગતો પ્રદાન કરવાની જવાબદારીમાંથી મુક્તિ આપી છે.
2022-23માં સ્ટોક માર્કેટ લિસ્ટેડ કંપનીઓએ કુલ રૂ. 15,524 કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ તેમાં માત્ર રૂ. 3,500 કરોડનો સમાવેશ થાય છે. 80% ખાનગી અને 70% સરકારી કંપનીઓએ CSR હેઠળ કરવામાં આવેલા ખર્ચની વિગતો આપી નથી.