Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું કે દર વર્ષે ફ્યૂચર્સ અને ઑપ્શન સેગમેન્ટમાં પરિવારોને રૂ.60,000 કરોડનું નુકસાન થાય છે. NSE ખાતેની ઇવેન્ટને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે ડેરિવેટિવ્સ માર્કેટમાં આ પ્રકારના સટ્ટાને શા માટે સમસ્યા તરીકે ગણી શકાય નહીં.


F&Oમાં રૂ.50,000-60,000 કરોડનું નુકસાન થાય છે ત્યારે જો એ જ રકમ આગામી આઇપીઓ રાઉન્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે પછી અન્ય હેતુ માટે રોકવામાં આવ્યા હોત તો તો તે મુદ્દો કેમ નથી તેવો સવાલ બૂચે કર્યો હતો.સેબીના એક સ્ટડી અનુસાર 90% ટ્રેડ ખોટમાં પરિણમે છે.

ફ્રી યિલ્ડિંગ ટ્રેડ્સને રોકવા માટેના આ પ્રકારના પ્રયાસોની અસર અંગેના સવાલના જવાબમાં NSEના MD આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે તેઓ નિયમનું પાલન કરશે. બુચે જણાવ્યું હતું કે ફીની અસરથી એક્સચેન્જો માટે ટૂંકા ગાળાના ટ્રેડ-ઓફ હોવા છતાં, લાંબા ગાળે તે તમામ શેરધારકો માટે ફાયદાકારક રહેશે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ રોકાણકારો માટે જોખમી ડેરિવેટિવ્ઝ પ્રવૃત્તિ માટે વૈકલ્પિક અથવા રિપ્લેસમેન્ટ હોઈ શકે નહીં.