અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને પસંદ કરવા માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની જીત નિશ્ચિત માનવામાં આવે છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિઓ ગુરુવારે ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યાથી 6 ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટવા માટે તેમનો મત આપી શકે છે.
આ પછી પરિણામ જાહેર કરવામાં આવશે. કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે 1976 વોટની જરૂર છે. જો કે, વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, એવી અપેક્ષા છે કે તે આ આંકડો સરળતાથી પાર કરી લેશે.
6 ઓગસ્ટે મતદાન પૂર્ણ થયા બાદ કમલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત પણ કરી શકે છે. આ પછી બંને નેતાઓ અમેરિકામાં નવેસરથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં પરિણામ જાહેર થશે.