રિવરફ્રન્ટ પરથી સાયન્સ સિટી વચ્ચે શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોઈ રાઈડ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે. અગાઉ વરસાદી માહોલ અને ખરાબ વાતાવરણ હોવાથી જોય રાઈ બંધ રહી હતી. સૂત્રોએ જણાવ્યું કે હાલમાં હેલિકોપ્ટર મેન્ટેનન્સમાં છે અને તેમાં જરૂરી સ્પેરપાર્ટસ બદલવાની પણ કામગીરી ચાલી રહી છે જેના કારણે હેલિકોપ્ટર અપ થવામાં સમય લાગે તેમ છે સૂત્રોએ જણાવ્યું કે આગામી ચાર સપ્તાહ સુધી જોય રાઇડ બંધ રહે તેવી પણ શક્યતાઓ છે. મહત્વનું છે કે 8 મિનિટ જોય રાઈડ પેસેન્જર દીઠ ટેક્સ સાથે રૂ.2500 લેવામાં આવે છે. શનિ અને રવિવારે ચાલતી જોઈ રાઈડ માટે ફક્ત ઓનલાઈન બુકિંગ થાય છે.