મેષઃ-
પોઝિટિવઃ- જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો. તેના કારણે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ જશે. ધર્મ તથા અધ્યાત્મ પ્રત્યે વધતો તમારો વિશ્વાસ તમને શાંતિ અને માનસિક સુખ આપી શકશે. કોઈ ખાસ મુદ્દા ઉપર ચર્ચા પણ થશે.
નેગેટિવઃ- બાળકોએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ફાલતૂની ગતિવિધિઓથી તમારું ધ્યાન હટાવો. જૂના મુદ્દાને લઇને સંબંધીઓ સાથે વિવાદ થવાની સ્થિતિ રહી શકે છે. સાવધાની અને સમજદારીથી કામ લેશો તો પરિસ્થિતિ સચવાઈ જશે.
વ્યવસાયઃ- મીડિયા તથા કમ્યુનિકેશનને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે છે.
લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- પાલતૂ જાનવરો સાથે છેડછાડ ન કરો.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ઘરમાં ઘણાં સમય પછી નજીકના સંબંધીઓ આવશે તથા એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન ઘરના વાતાવરણને સુખમય બનાવશે. બાળકો સાથે તેમની ક્રિયાઓમાં રસ લેવો અને તેમનો સહયોગ કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે.
નેગેટિવઃ- પારિવારિક મામલે વધારે દખલ કરવાના કારણે વાતાવરણ થોડું અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. ધ્યાન રાખો કે તમારી કોઇ વાતના કારણે કોઈને આઘાત લાગી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ જાતે જ કરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઈ કર્મચારીની બેદરકારીથી મોટું નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજની ગતિવિધિઓમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાથી તમારું માન-સન્માન પણ વધશે. તમારા વ્યક્તિગત કાર્યો પણ આજે યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે. કોઈ આર્થિક સમસ્યા થવાથી તમને તમારા મિત્રો દ્વારા યોગ્ય મદદ પણ મળી શકે છે.
નેગેટિવઃ- ક્યારેક સ્વભાવમાં વહેમ અને ગુસ્સાની સ્થિતિ બની શકે છે જેના કારણે પરિવારના લોકો પણ પરેશાન રહેશે. આ ખામીઓમાં સુધાર લાવો. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયને લેવામાં મુશ્કેલી હોય તો અનુભવી સભ્યોની મદદ લેવી.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- વરસાદના કારણે એલર્જી અને ઇન્ફેક્શનની સમસ્યા રહેશે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- થોડો સમય ઘરના વડીલો સાથે પણ પસાર કરો. તેમના અનુભવોને જાણવાથી તમને નવી દિશા પ્રાપ્ત થઈ શકે છે. પ્રોપર્ટીને લઇને ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થઈ શકે છે.
નેગેટિવઃ- સ્વાસ્થ્યને લગતી હળવી પરેશાની રહેવાના કારણે આળસ અને સુસ્તી હાવી થઈ શકે છે. જેની અસર તમારા કામ ઉપર થઈ શકે છે. પોઝિટિવ રહેવા માટે સારા સાહિત્ય અને સારા લોકોના સંપર્કમાં રહો.
વ્યવસાયઃ- રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ અને મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપશે.
લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉપર વાતાવરણની અસર રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓ સાથે જોડાયેલ કોઈ મિત્રનો પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તા ખોલશે. તેની સાથે લાભદાયક બિંદુઓ ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે. સામાજિક કાર્યકર્તાઓ સાથે સહયોગ કરવો તમારું માન-સન્માન વધારશે.
નેગેટિવઃ- તમારા પર્સનલ કાર્યોમાં કોઇ બહારના વ્યક્તિને સામેલ ન કરો. કોઇ તમારી ગતિવિધિઓનો ખોટો ફાયદો ઉઠાવીને તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. વિદ્યાર્થીઓને હાલ પરીક્ષાને લગતી તૈયારીઓ કરવામાં વધારે મહેનતની જરૂરિયાત રહેશે.
વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં આજે કાર્યને લગતી નીતિઓ ઉપર ચર્ચા-વિચારણાં થશે
લવઃ- પતિ-પત્ની ઘરની કોઈ સમસ્યાનો ઉકેલ એકબીજા સાથેના તાલમેલ દ્વારા ઉકેલવાની કોશિશ કરશે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવા ઇન્ફેક્શન સામે તમારી રક્ષા કરો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમારી ગુપ્ત આંતરિક પ્રતિભાને ઓળખો અને તેને રચનાત્મક કાર્યોમાં લગાવો. તેનાથી તમને ખૂબ જ માનસિક સુકૂન મળી શકે છે. દિવસભરનો મોટાભાગનો સમય પારિવારિક લોકોની સુખ-સુવિધાઓમાં પણ પસાર કરો. બધા લોકો પોતાને સુરક્ષિત અનુભવ કરશે.
નેગેટિવઃ- કોઇ નજીકના મિત્રની મદદથી તમારું કોઈ ખાસ કામ પૂર્ણ થઈ શકે છે. તમારા શંકાવાળા અને જિદ્દી સ્વભાવ ઉપર કાબૂ રાખો. યુવાઓએ પોતાના ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે હાલ વધારે મહેનતની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઇ કારણોને લીધે વિઘ્ન આવી શકે છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ મામલે વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહી શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજે તમારો તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર થશે. ઘરેલુ કાર્યોમાં રસ રહી શકે છે તથા રિલેક્ટ અનુભવ કરવા માટે મનોરંજનને લગતી યોજનાઓ પણ બનશે. પારિવારિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે તમારું નેતૃત્વ રહેશે.
નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે છે. થોડી સાવધાનીથી તમે પરેશાનીઓથી બચી શકો છો. જો કોઈ કોર્ટકેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેને કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલી શકાશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા મન પ્રમાણે કામ કરવા માટે થોડી કોશિશ કરવી પડી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું ઠીક રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમે તમારા લક્ષ્ય અને આશાને લગતા જે સપના જોયા હતાં, તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. એટલે સંપૂર્ણ જોશ અને મહેનત સાથે તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું જરૂરી છે.
નેગેટિવઃ- કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન થોડું નિરાશ રહી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે પણ સામાન્ય વાતે વિવાદ થઈ શકે છે જેની અસર પારિવારિક સંબંધો ઉપર પણ પડી શકે છે. ખરીદદારી કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- કામકાજમાં ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે.
લવઃ- પ્રેમ અને રોમાન્સના મામલે વધારે આકર્ષણ વધશે.
સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહી શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- અનુભવી વ્યક્તિઓના માર્ગદર્શનમાં તમારી કોઇ સમસ્યાનું નિવારણ થશે. થોડો સમય રોચર અને જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં પણ પસાર થશે. જેથી તમારા વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક પોઝિટિવ પરિવર્તન આવશે.
નેગેટિવઃ- આર્થિક મામલે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. આ સમયે બિનજરૂરી ખર્ચ વધારે રહેશે. કોઇ નજીકના સંબંધીનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી ચિંતા રહેશે. થોડો સમય બાળકો સાથે તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં પસાર કરો.
વ્યવસાયઃ- કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ જલ્દી જ આવી શકે છે.
લવઃ- બાળકોની કોઈ સમસ્યાને લઇને પતિ-પત્નીમાં વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- થોડો સમય તમારા આરામ માટે પણ કાઢો.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- દિવસની શરૂઆત ખૂબ જ સુકૂનદાયક રહેશે. સામાજિક સંબંધોની સીમા પણ વિસ્તૃત થશે. પારિવારિક ગતિવિધિઓમાં પણ વિઘ્ન આવી શકે છે. થોડો સમય અસહાય લોકોની મદદમાં પસાર કરવાથી આત્મિક સુખ મળી શકે છે.
નેગેટિવઃ- દિવસના બીજા ભાગમાં કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. બાળકોની કોઇ હરકત તમને પરેશાન પણ કરી શકે છે. રોકાણને લગતા કોઇ કાર્યને કરતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લેવી જોઈએ.
વ્યવસાયઃ- કોઈ મુખ્ય કર્મચારી કોઇ મજબૂરીના કારણે કામ છોડીને જઈ શકે છે.
લવઃ- પારિવારિક જીવનને સુખમય જાળવી રાખવું તમારી પ્રાથમિકતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- પારિવારિક જવાબદારીઓને તમે યોગ્ય રીતે નિભાવી શકશો. ઘરની વ્યવસ્થા પણ યોગ્ય બની રહેશે. બાળકોને નોકરીને લગતી કોઇ સફળતા મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઈ નજીકની યાત્રા પણ શક્ય છે.
નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કેમ કે તેની અસર તમારી મનઃસ્થિતિ ઉપર પડી શકે છે. બેકિંગ કાર્યોમાં વિઘ્ન આવવાના કારણે મનમાં થોડી ચિંતા રહી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહેશે.
લવઃ- ઘરનું વાતાવરણ પોઝિટિવ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી હળવી પરેશાની રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમને જે સુકૂનની શોધ હતી તે પ્રાપ્ત થઈ જશે. નવા કાર્યોને લગતી યોજના બનશે અને આ યોજનાઓ જલ્દી જ શરૂ પણ થશે. અનેક સ્તરે પોતાને સાબિત કરવા માટે આકરી મહેનત કરવી પણ તમને સફળતા આપશે.
નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલાં નિર્ણય નુકસાનદાયી રહી શકે છે. તમારા સપનાને પાંખ આપવા માટે વધારે મહેનત અને આત્મવિશ્વાસ કરવાની જરૂરિયાત છે. બાળકો ફાલતૂ ગતિવિધિને છોડીને અભ્યાસ ઉપર ધ્યાન આપે,
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ ચાલતી રહેશે.
લવઃ- પતિ-પત્નીમાં કોઈ કારણોસર તાલમેલનો અભાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- મહિલાઓને સાંધાનો દુખાવો કે સ્ત્રી જનિત રોગના કારણે પરેશાની રહેશે.