Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 5,566 કરોડનો ચોખ્ખો નફો (એકિતકૃત ચોખ્ખો નફો) કર્યો છે. વાર્ષિક ધોરણે 74% નો વધારો થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,203 કરોડનો નફો કર્યો હતો.

કંપનીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 1.08 લાખ કરોડની આવક કરી છે. ટાટા મોટર્સે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ. 1.02 લાખ કરોડની કમાણી કરી હતી. આ વખતે વાર્ષિક ધોરણે તેમાં 5.68%નો વધારો થયો છે. કંપનીએ આજે (ગુરુવાર, ઓગસ્ટ 1) તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે.

ટાટા મોટર્સને બે અલગ-અલગ કંપનીઓમાં વહેંચવામાં આવશે
ટાટા મોટર્સના બોર્ડે કંપનીના ડિમર્જરને મંજૂરી આપી દીધી છે. ડિમર્જર પછી, ટાટા મોટર્સ બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત થશે. કંપનીએ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની પ્રક્રિયા આગામી 12 થી 15 મહિનામાં પૂર્ણ થવાની આશા છે. આ સિવાય ટાટા મોટર્સ ફાઇનાન્સના ટાટા કેપિટલ સાથે મર્જરની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તે આગામી 9 થી 12 મહિનામાં પૂર્ણ થશે.