ભારતે મહિલા એશિયા કપમાં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવીને જીતી લીધી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા પાકિસ્તાન કરવા આવ્યું, પરંતુ ભારતીય બોલર્સ સામે 108 રનમાં ઓલઆઉટ થઈ ગયા. સિદરા અમીને સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી હતી.
રન ચેઝમાં ભારતીય ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 85 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિએ 45 રન અને શેફાલીએ 40 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી સૈયદા અરુબ શાહે 2 વિકેટ લીધી હતી.
જેમિમાહ રોડ્રિગ્સે 15મી ઓવરના પહેલા બોલ પર એક રન લઈને ભારતને જીત અપાવી હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.