Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટની ભાગોળે રૈયાધાર નજીક મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અટલ સરોવર શરૂઆતથી જ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જોકે, TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મેયર સહિતના શાસકોએ કરેલા નિર્ણય મુજબ ફરી એકવાર અટલ સરોવર લોકોને ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. બે મહિના કરતા વધુ સમય બાદ અટલ સરોવર ખુલતા લોકોમાં ઉત્સાહ છે. પરંતુ ચાલુ દિવસ હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે, શનિ-રવિવાર અને આગામી જન્માષ્ટમીના તહેવારોમાં લોકોની ભીડ ઉમટશે.

અટલ સરોવરના મેનેજર નરસી વાળોતરાએ જણાવ્યું હતું કે, લગભગ બે મહિના કરતા વધુ સમય બાદ કોર્પોરેશન તંત્રની મંજૂરી બાદ અટલ સરોવર ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. અગાઉ વેકેશનના સમય દરમિયાન અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હતા. પરંતુ શહેરમાં એક દુર્ઘટના બાદ બે મહિના માટે બંધ રાખવામાં આવ્યું હતું. જોકે, અટલ સરોવરને ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. આગામી સમયમાં જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે લોકો વધુમાં વધુ મોજ માણી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. અગાઉ ટિકિટ માટે લાંબી લાઇનમાં ઉભું રહેવું પડતું હતું. પરંતુ હવે આવું ન થાય તેના માટેની તૈયારી કરી લેવામાં આવી છે.