ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરિઝમાં ભારત 2-1થી આગળ છે. સિરિઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. આ જીતીને ભારત બ્રિટિશરો સામે સતત ત્રીજી ઘરઆંગણે સિરિઝ જીતશે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ આ મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય. પસંદગીકારોએ મુકેશ કુમારનો ટીમમાં સમાવેશ કર્યો છે.
ભારતીય ટીમનો ટોપ ઓર્ડર સારો દેખાવ કરી રહ્યો હતો. છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્મા (131 રન), યશસ્વી જયસ્વાલે (214 રન) વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ગિલે પણ 91 રનનું યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરમાં રજત પાટીદારને છોડીને સરફરાઝ ખાને બે અડધી સદી સહિત 130 રન બનાવ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજા (112 રન)એ સદી ફટકારી હતી.
આમ છતાં રજત પાટીદારને વધુ એક તક મળી શકે છે. રજત સિરીઝની 2 મેચમાં માત્ર 46 રન બનાવી શક્યો. જો પાટીદારને પડતા મૂકવામાં આવે તો દેવદત્ત પડિકલને તક મળી શકે છે. જો કે, ટીમ સાથે સંકળાયેલા સૂત્રો કહી રહ્યા છે કે પાટીદારને ફરી એકવાર તક આપવામાં આવી શકે છે.