ભારત તેના કામદાર વર્ગ વર્ષ 2023ના 42.3 કરોડથી વધારીને વર્ષ 2028 સુધીમાં 45.7 કરોડ કરવાના ટ્રેક પર છે, જેમાં 3 કરોડ 33 લાખ કર્મચારીઓનો વધારો જોવા મળશે. અમેરિકન સૉફ્ટવેર કંપની સર્વિસનાઉ અનુસાર ઉભરતી ટેક્નોલોજીને કારણે દેશમાં ગ્રોથની સંભાવના ધરાવતા સેક્ટર્સમાં વર્ષ 2028 સુધીમાં 27 લાખ નવી રોજગારીનું સર્જન થશે. રિપોર્ટ અનુસાર માંગમાં વૃદ્ધિને પગલે રિટેલ પ્રોફેશનલ્સને સૉફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ અને ડેટા એન્જિનિયરિંગ જેવા સેગમેન્ટમાં તેમની સ્કિલને વધારવા માટેની મૂલ્યવાન તક મળશે.
ત્યારબાદ આ યાદીમાં મેન્યુફેક્ચરિંગ (1.50 મિલિયન), શિક્ષણ (0.84 મિલિયન) અને હેલ્થકેર રોજગારીનું સર્જન થશે. જેનું કારણ અર્થતંત્રમાં વૃદ્ધિ અને ટેકમાં પરિવર્તન છે. સર્વિસનાઉ ઇન્ડિયા ટેક્નોલોજી અને બિઝનેસ સેન્ટરના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એમડી સુમીત માથુરે જણાવ્યું હતું કે જે સેગમેન્ટમાં એડવાન્સ ટેક્નિકલ સ્કિલ્સની જરૂરિયાત હોય તેવા દેશના ગ્રોથ એન્જિનમાં રોજગારીનું સર્જન કરવામાં AI મુખ્ય ચાલકબળ બની રહેશે. આ વ્યૂહાત્મક ફોકસથી માત્ર પ્રોફેશનલ્સ માટે ઉચ્ચ મૂલ્ય ધરાવતી તકોનું સર્જન જ નહીં થાય પરંતુ સાથે જ એક મજબૂત ડિજિટલ કારકિર્દીનું નિર્માણ કરવામાં પણ તે મદદરૂપ બની રહેશે. દેશના ટેલેન્ટને આ જરૂરી સ્કિલ્સ સાથે સજ્જ કરવાથી ગ્લોબલ ટેક ઇકોનોમીમાં ભારત લીડર બની રહેશે તે સુનિશ્ચિત કરી શકાય છે. એઆઇ ટેક્નોલોજીની પણ અસરને પગલે એઆઇ સિસ્ટમ એન્જિનિયર્સને પણ નોંધપાત્ર રીતે જેન એઆઇથી ફાયદો થશે.