ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ ધિરાણમાં ડિફોલ્ટ લોસ ગેરંટી પર એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેનાથી ક્રેડિટ ડિલિવરી સિસ્ટમને વધુ મજબૂત બનાવી શકાશે. DLGએ નિયમન હેઠળની કંપની અને નિયત ધારાધોરણોનું પાલન કંપનીઓ વચ્ચે કરારની ગોઠવણ છે, જે હેઠળ બાદમાં લોન પોર્ટફોલિયોના ચોક્કસ ટકાવારી સુધી ડિફોલ્ટને લીધે થતા નુકસાનની ભરપાઇ કરવાની ખાતરી આપવામાં આવે છે.
RE એ એન્ટિટીના સંદર્ભમાં છે જેમાં બેન્ક અને NBFCsનો સમાવેશ થાય છે જેનું નિયમન આરબીઆઇ દ્વારા કરવામાં આવે છે. માર્ગદર્શિકા અનુસાર, RE (રેગ્યુલેટેડ એન્ટિટી) ડીએલજી સાથે કરારમાં ત્યારે જ પ્રવેશ કરશે જ્યારે લેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડર હોય કે પછી અન્ય RE હોય જેની સાથે તેઓ LSP અરેન્જમેન્ટમાં છે. DLG વ્યવસ્થાઓને RE અને DLG પ્રદાતા વચ્ચેના સ્પષ્ટ કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવા કરાર દ્વારા સમર્થિત હોવું જોઇએ.
ગત વર્ષે, ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ ધિરાણ માટેનું નિયમનકારી માળખુ જારી કર્યું હતું. નવીનતા તેમજ વિવેકપૂર્ણ જોખમ વ્યવસ્થાપનને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ડિજિટલ ધિરાણમાં ડિફોલ્ટ લોસ ગેરંટી વ્યવસ્થા અંગે માર્ગદર્શિકા જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું MPC બેઠક બાદની જાહેરાતમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે વધુ પગલાં લેવાશે.