Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જો તમે પણ કાર ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો હવે તમારે વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ઑટો ઇન્ડસ્ટ્રી એપ્રિલથી બીએસ-6ના બીજા તબક્કાના ઉત્સર્જન માનકો અનુસાર કારનું ઉત્પાદન શરૂ કરશે. તેનો ઉત્પાદન ખર્ચ વધુ છે. ઉત્પાદન ખર્ચ વધવાનો સીધો જ માર ગ્રાહકો પર પડતા આગામી એપ્રિલથી કારની કિંમતો 50 હજાર રૂપિયા સુધી વધી જશે. મોટા ભાગની કંપનીઓ કિંમતોમાં 2-5%ના વધારાની જાહેરાત કરી છે. દરમિયાન, મૉડલ અને એન્જિન ક્ષમતાના હિસાબે કારની કિંમતો 10-50 હજાર રૂપિયા સુધી વધી જશે.


મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, હોન્ડ કાર્સ, કિયા ઇન્ડિયા અને એમજી મોટર ઇન્ડિયા જેવી કંપનીઓ આગામી મહિનાથી કિંમતમાં વધારો લાગૂ કરશે. દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી વિવિધ મૉડલોની કિંમત અલગ અલગ વધારવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, કંપનીએ કિંમતમાં કેટલો વધારો થશે તેને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી. અગાઉ મારુતિએ જાન્યુઆરીમાં દરેક મૉડલોની કિંમત 1.1% વધારી હતી. હોન્ડ કાર્સ ઇન્ડિયા પણ 1 એપ્રિલથી એન્ટ્રી લેવલની કૉમ્પેક્ટ સેડાન કાર ‘અમેઝ’ની કિંમત 12,000 રૂપિયા સુધી વધારવા જઇ રહી છે.

હોન્ડા કાર્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ એન્ડ સેલ્સ) કૃણાલ બહલે કહ્યું કે, કિંમતમાં આ વૃદ્ધિ મૉડલના અલગ અલગ વેરિયન્ટ પર આધારિત હશે. કંપની મિડસાઇઝ સેડાન કાર ‘સિટી’ની કિંમત યથાવત્ રાખશે. તાતા મોટર્સે આગામી મહિનાથી વાહનોની કિંમત 5% સુધી વધારવાની જાહેરાત કરી છે.