ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન-ડે ટાઈ થઈ ગઈ છે. ભારતને 15 બોલમાં 1 રનની જરૂર હતી, અહીં ટીમની 2 વિકેટ બાકી હતી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ 48મી ઓવરમાં 2 બોલમાં 2 વિકેટ ઝડપીને ભારતને 230 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકાએ પણ 230 રન બનાવ્યા હતા.
અસલંકાએ 48મી ઓવરના ચોથા બોલ પર શિવમ દુબેને LBW અને પાંચમા બોલ પર અર્શદીપ સિંહને LBW આઉટ કર્યો હતો. ભારતની છેલ્લી વિકેટ અર્શદીપની હતી. ભારત તરફથી રોહિત શર્માએ 58 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરાંગા અને અસલંકાએ 3-3 વિકેટ લીધી હતી. દુનિથ વેલાલાગેને 2 સફળતા મળી.