Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીનના ઝેંગ્ઝોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યાં છે. જેના કારણે અહીં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ઝેંગ્ઝોમાં સૌથી મોટી આઈફોન ફેક્ટરી આવેલી છે. કોરોના અને લોકડાઉનના કારણે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ દીવાર કૂદીને ભાગવા મજબૂર બન્યા છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝેંગ્ઝો ફોક્સકોનમાં લગભગ 3 લાખ કર્મચારી કામ કરે છે. વિશ્વમાં સૌથી વધુ આઈફોનનું મેન્યુફેક્ચરિંગ આ જ ફેક્ટરીમાં થાય છે. અહીં લોકડાઉન કરી દેતા ખાવા-પીવાની ચીજ વસ્તુઓની કમી થઈ રહી છે. લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વાહનોની સુવિધા ન હોવાથી લોકો પગપાળા પોતાના ઘર તરફ ભાગી રહ્યાં છે.

ટ્રાન્સપોર્ટ અને ફેક્ટરીથી લઈને બધુ જ બંધ
ઝેંગ્ઝોની ફોક્સકોનમાં લોકડાઉનના કારણે કર્મચારીઓએ ભાગવા માટે એપ્પલની સૌથી મોટી એસેંબલી સાઈટને પણ તોડી નાખી છે. આટલું જ નહીં કર્મચારી કોરોના બચાવ એપથી બચવા માટે 100 KM દૂર પોતાના ધરે ભાગી રહ્યાં છે. જો કે ઝેંગ્ઝોમાં હાલ કેટલા લોકો કોરોના સંક્રમિત છે, તેની સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. અહીં ટ્રાન્સપોર્ટની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે.

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. આ વીડિયોમાં કેટલાક કર્મચારીઓ પ્લાંટની બાઉંડ્રી કૂદીને ભાગતા જોવા મળે છે. કહેવાય છે કે આ લોકો એટલા માટે ભાગી રહ્યાં છે કેમ કે કોરાનાના કારણે કેટલાક લોકોને ક્વોરન્ટાઈ કરી દેવાયા છે. હવે સ્થિતિ વધુ ખરાબ થતાં લોકો અહીથી ભાગી રહ્યાં છે. સરકાર તરફથી કોઈ મદદ ન મળતા સ્થાનિકો આ લોકોની મદદ કરી રહ્યાં છે.