અમેરિકન અબજપતિ અને રોકાણકાર વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે Incએ આઈફોન નિર્માતા એપલમાં પોતાનો લગભગ 50% હિસ્સો વેચી દીધો છે. આ વેચાણ પછી વોરેન બફેટનો રોકડ સ્ટોક વધીને રેકોર્ડ 276.9 અબજ ડોલર (લગભગ રૂ. 23.20 લાખ કરોડ) થઈ ગયો છે.
કંપનીએ કેટલા શેર વેચ્યા તેની કોઈ માહિતી નથી. પરંતુ, અંદાજ મુજબ, બીજા ક્વાર્ટરમાં એપલમાં બર્કશાયરનું રોકાણ 84.2 બિલિયન ડોલર (આશરે રૂ. 7.05 લાખ કરોડ) બાકી છે. પ્રથમ ક્વાર્ટરના અંતે, બફેટ પાસે 135.4 બિલિયન ડોલર (લગભગ રૂ. 11.34 લાખ કરોડ)ના એપલના શેર હતા.