પુષ્ય નક્ષત્રના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં 0થી 15 વર્ષના બાળકોને ગોંડલમાં અલગ અલગ જગ્યાઓ પર પીવડાવવામાં આવે છે. ગોંડલના નિવૃત PGVCLના કર્મચારી ભીખુભા જાડેજા, ડો. ગજેરા અને તેમના ગ્રુપ દ્વારા આજે 9 જેટલી જગ્યાઓ પર સુવર્ણપ્રાશનના નિઃશુલ્ક ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. જેમાં સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધીમાં 1100થી વધુ બાળકોએ ટીપાં પીધા હતા.
ગોંડલ શહેરમાં વેરાઈ હનુમાનજી તુલસીબાગ અંદર, વ્રજ દર્શન હવેલી ભોજરાજપરા શેરી નં -4, દિનદયાલ જન ઔષધ કેન્દ્ર. (મેડીકલ સ્ટોર) ત્રિકોણીયા પાસે, "ઋષિકેશ" ગ્રીનપાર્ક જેતપુર રોડ, સુખનાથનગરમાં સુખનાથ મહાદેવ મંદિર, ભગબતપરામાં પિપળેશ્વર મહાદેવ કોળી જ્ઞાતિની વાડી પાસે, પાંચીયાવદર રામજી મંદિર પાસે, યોગી ડેન્ટલ હોસ્પિટલ બસ સ્ટેશન પાસે, ખોડીયાર નગર સાત ટાંકી પાસે આ તમામ સ્થળો પર નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.