વૈશ્વિક અર્થતંત્ર રિકવરીના પથ પર છે ત્યારે અર્થવ્યવસ્થા હવે વૈશ્વિકીકરણ, શૂન્ય વ્યાજ દરો અને ઉચ્ચ સરકારી ખર્ચને કારણે ઊંચા વ્યાજ દરો અને ઓછા રાજકોષીય ઉત્તેજના તરફ આગળ વધી રહી છે. આ જૂના નિકાસ-આધારિત વૃદ્ધિ મોડલને બદલશે. હવે ગ્રોથ માટે ટેક્નોલોજી શ્રેષ્ઠતા અને વૈશ્વિક સ્પર્ધાની જરૂર પડશે. વૈશ્વિક સ્તરે, ફુગાવાનો દર ઘટી રહ્યો છે, જો કે તે સેન્ટ્રલ બેંકો દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોથી થોડો વધારે રહી શકે છે.ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરીને અને તરલતા ઘટાડીને નાજુક સંતુલન જાળવી રાખ્યું છે. ભારતની વાત કરીએ તો અર્થતંત્ર ફ્લેક્સિબલ અને મજબૂત સ્થિતિમાં છે. ચાલુ ખાતાની બેલેન્સ સરપ્લસ છે અને 2023-24માં જીડીપી વૃદ્ધિ અંદાજિત 8.2% કરતાં વધુ હોઈ શકે છે. ટેક્સ કલેક્શન પણ વધી રહ્યું છે.
ઇક્વિટી માર્કેટ સતત આશાવાદી બની રહ્યાં છે. યુએસ ફેડ આ કેલેન્ડર વર્ષમાં દરમાં ઘટાડો કરશે. ઓઇલનો પુરવઠો અને ભાવ વર્તમાન સ્તરની આસપાસ જ રહેશે. ચાલુ વર્ષ અને આગામી વર્ષ માટે કોર્પોરેટ અર્નિંગ્સ ડબલ ડિજિટમાં વધશે. બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સની જોગવાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
હાલમાં ભૌગોલિક રાજકીય જોખમો વધવાની કોઈ શક્યતા નથી. આ વર્ષે ચોમાસું સારું રહેવાની ધારણા છે. ગ્રામીણ અર્થતંત્ર સુધારાના માર્ગે છે. જોકે, જો આમાંની કોઈપણ ઘટના બજારની અપેક્ષાઓ વિરુદ્ધ જાય છે, તો બજારમાં કરેક્શનની સ્થિતિ ઊભી થઈ શકે છે અને તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે.