બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ, સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું. હિંસક વાતાવરણને કારણે શેખ હસીનાએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.
તે લશ્કરી વિમાનમાં રવાના થયા. રિપોર્ટ્સ અનુસાર તેમની બહેન રેહાના પણ તેમની સાથે છે. તે બંગાળ થઈને દિલ્હી પહોંચ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું પ્લેન ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થયું છે. તે પછી તે લંડન, ફિનલેન્ડ અથવા અન્ય કોઈ દેશમાં જઈ શકે છે.
બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું, "અમે વચગાળાની સરકાર બનાવીશું, અમે હવે દેશની કમાન સંભાળીશું. આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે."