Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રવિવારે મુંબઈમાં રમાયેલી ODI વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બની. આ જીતથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભૂતપૂર્વ ખેલાડીઓ સુધી, બધાએ ટીમને અભિનંદન પાઠવ્યા.

બીજી તરફ, આ જીત બાદ, BCCIએ ટીમને 51 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી.

ટીમની આ ઐતિહાસિક જીત પર ક્રિકેટરો અને સેલિબ્રિટીઓની સોશિયલ મીડિયા રિએક્શન્સ આપણે જાણીશું...

આપણા ખેલાડીઓને અભિનંદન- પીએમ મોદી PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમનો શાનદાર વિજય. ફાઇનલમાં તેમનું પ્રદર્શન અદ્ભુત કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમવર્ક અને દ્રઢતા દર્શાવી. અમારા ખેલાડીઓને અભિનંદન. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને રમતગમતમાં જોડાવા માટે પ્રેરણા આપશે."