Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતની કેટલીક જેલોમાં આરોપીઓને જેલની અંદર પણ 'સુવિધા' મળતી હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે. ત્યારે આજે જામનગર જિલ્લામાં રાત્રિના 9 વાગ્યાના અરસામાં અચાનક જામનગર પોલીસના કાફલાએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા ખળભળાટ મચ્યો છે. જામનગર શહેર-ગ્રામ્ય ડીવાએસપી, એલસીબી, એસઓજી સહિતના 100 પોલીસકર્મીઓએ જેલ પર પહોંચી ચેકિંગ હાથ ધર્યું છે.


જામનગર જિલ્લા જેલમાં આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે રાત્રિના 9 વાગ્યાના અરસામાં જામનગર શહેર-ગ્રામ્ય ડીવાયએસપી, એલસીબી, એસઓજીના અધિકારીઓ અને સ્ટાફના માણસો સહિત 100 પોલીસકર્મીઓ 10થી વધુ વાહનો લઈ જેલ પર પહોંચ્યા હતા અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે.