Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકાના વિંડસર પાર્ક મેદાન પર રમાઈ રહી છે. બીજા દિવસની સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 312 રન હતો અને લીડ 162 રનની થઈ છે. યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી અણનમ છે. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે.


યશસ્વીએ ડેબ્યૂ મેચમાં સદી પૂરી કરી છે અને તે 150 તરફ આગળ વધી રહ્યો છે. ડેબ્યૂમાં સદી ફટકારનાર તે 17મો ભારતીય બેટર અને ત્રીજો ઓપનર બન્યો છે. શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયો હતો.

રોહિત-જયસ્વાલ વચ્ચે 229 રનની ઓપનિંગ ભાગીદારી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 229 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. રોહિત-જયસ્વાલે વેસ્ટઈન્ડિઝ સામે ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. આ રેકોર્ડ સંજય બાંગર અને વીરેન્દ્ર સેહવાગે (201 રન) 2002માં વાનખેડે ખાતે બનાવ્યો હતો.

આ જોડીએ વેસ્ટઈન્ડિઝ સામે વેસ્ટઈન્ડિઝમાં સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી (159 રન)નો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ રેકોર્ડ વસીમ જાફર અને વીરેન્દ્ર સેહવાગના નામે નોંધાયેલો હતો.