Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

RBI ગવર્નર શક્તિકાંત દાસે વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં સકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો હોવાનું નોંધ્યું હતું. જૂન 2024થી સ્થાનિક માર્કેટમાં $9.7 અબજના રોકાણનો પ્રવાહ નોંધાયો હતો. જૂન 2024થી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો મુખ્ય ખરીદદાર રહ્યા હતા, જૂન-ઓગસ્ટ 2024 દરમિયાન FPI દ્વારા $9.7 અબજનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે અગાઉ એપ્રિલ-મે દરમિયાન $4.2 અબજની વેચવાલી નોંધાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે એપ્રિલ-મે 2024 દરમિયાન ગ્રોસ એફડીઆઇ 20%થી વધુ વધવાને કારણે વિદેશી રોકાણ 2024-25માં વધ્યું હતું. જ્યારે ચોખ્ખુ વિદેશી રોકાણ પણ ગત વર્ષની તુલનાએ બમણું રહ્યું હતું.


એક્સટર્નલ કોમર્શિયલ બોરોઅિંગ એપ્રિલ જૂન 2024-25માં ઘટ્યું છે, જ્યારે ગત વર્ષની તુલનાએ એપ્રિલ-મે દરમિયાન NRI ડિપોઝિટ્સમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. દેશનું ફોરેક્સ રિઝર્વ પણ $675 અબજના સર્વાધિક સ્તરે પહોંચ્યું હતું. દેશની રાજકોષીય ખાધ પણ વર્ષ 2023-24માં જીડીપીના 0.7% પર પહોંચી હતી, જે વર્ષ 2022-23 દરમિયાન 2.0% હતી.

દાસે વધુમાં ઉમેર્યું હતું કે ઓછી વેપાર ખાધ અને મજબૂત સર્વિસ સેક્ટર તેમજ રેમિટન્સ રિસિપ્ટ્સને કારણે દેશની રાજકોષીય ખાધ જીડીપીના 0.7% પર પહોંચી હતી. જે વર્ષ 2022-23 દરમિયાન જીડીપીના 2.0% હતી.