બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના છ દિવસ બાદ શેખ હસીનાએ કહ્યું છે કે અમેરિકાને સેન્ટ માર્ટિન આઈલેન્ડ ન આપવાને કારણે તેમની સરકાર પડી ગઈ છે.
ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, હસીનાએ તેના નજીકના સહયોગીઓને કહ્યું, "હું કટ્ટરવાદી હિંસાને કારણે મૃત્યુઆંક વધવા દેવા માગતી ન હતી. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો દ્વારા સત્તા મેળવવા માગતા હતા. પરંતુ મેં પદ છોડીને આવું ન થવા દીધું.
હસીનાએ કહ્યું, "હું સેન્ટ માર્ટિન આઇલેન્ડ અને બંગાળની ખાડીને અમેરિકન નિયંત્રણમાં આપીને મારી ખુરસી બચાવી શકી હોત. હું દેશવાસીઓને કટ્ટરવાદીઓથી ગેરમાર્ગે ન આવવાની અપીલ કરું છું. અલ્લાહની કૃપાથી હું ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત ફરીશ."
વિદ્યાર્થીઓના આંદોલન વિશે વાત કરતા હસીનાએ કહ્યું, "મેં તેમને ક્યારેય રઝાકર નથી કહ્યા. દેશમાં અસ્થિરતા લાવવા માટે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. બાંગ્લાદેશના લોકોની નિર્દોષતાનો લાભ લઈને આ ષડયંત્ર રચવામાં આવ્યું છે." રાજીનામા બાદ આ પહેલીવાર છે જ્યારે હસીનાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું છે.