આર્જેન્ટીનામાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ જેવિયર માઇલીના આર્થિક, સામાજિક અને રાજકીય સુધારા પેકેજના વિરોધમાં દેખાવો દરમિયાન દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ ગઈ છે. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે રબરની ગોળીઓ ચલાવી.
સ્થાનિક મીડિયા અનુસાર ઝપાઝપીમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. ઘણા લોકોની ધરપકડ કરાઈ. રાષ્ટ્રપતિ ઝેવિયરે તેમના કાર્યાલયની શરૂઆત પૈસાનું મૂલ્ય 50%થી વધુ ઘટાડીને કરી છે. આ ઉપરાંત તેમણે અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે મંત્રાલયોની સંખ્યા અડધી, ઈંધણ અને પરિવહન માટે રાજ્ય સબસિડીમાં કાપ અને સેંકડો નિયમોને ખતમ કરી દીધા છે.
રાષ્ટ્રપતિ ઝેવિયરનું મહત્ત્વપૂર્ણ સુધાર પેકેજ ખાનગીકરણથી લઈને સાંસ્કૃતિક મુદ્દાઓ, દંડસંહિતા, છૂટાછેડા અને ફૂટબોલ કલબો પર નિયમોથી સાર્વજનિક અને અંગત જીવનના તમામ ક્ષેત્રો પર અસર કરી શકે છે. રાષ્ટ્રપતિ ઝેવિયરનો કાર્યકાળ શરૂ થયાના બે મહિના પછીથી જ વિરોધ દેખાવો શરૂ થઈ ગયા છે.