સપ્તાહની શરૂવાતે અમેરિકા અને ચીનમાં મંદી, જિયો-પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો તેમજ જાપાનની સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારાના પગલે ભારત સહિત વૈશ્વિક સ્તરે લગભગ તમામ શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. એશિયન સ્ટોક માર્કેટમાં 57 વર્ષમાં પ્રથમ વખત આટલો મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 2222 પોઈન્ટ અને નિફ્ટી 666 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યો છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્વ,અમેરિકા મંદીમાં સરી પડવાના સંકેત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો પરપોટો ફૂંટવાની દહેશત અને બાંગ્લાદેશમાં તખ્તા પલટાને પગલે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ મંદીના મહાકડાકામાં 6.4 ટ્રીલિયન ડોલરના ધોવાણ સાથે ભારતીય શેર બજારોમાં એક દિવસમાં જ રૂ.15.22 લાખ કરોડની રોકાણકારોની સંપતિ સ્વાહા થઈ ગયા બાદ વોલેટીલિટી વચ્ચે ઉંચા મથાળે વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું હતું.

ભારતની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં વૈશ્વિક સ્તરે મંદીના અહેવાલો, ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો થતાં ભારતીય શેરબજારમાં મંદીનુ મોજુ ફરી વળ્યું હતું.આ સિવાય એશિયન બજારમાં જાપાનનો નિક્કેઈ અને કોસ્પીમાં ડબલ ડિજિટમાં મંદી નોંધાઈ છે.અમેરિકી શેરબજારોના સથવારે જાપાનનો નિક્કેઈ 13%,તાઈવાન ઈન્ડેક્સ 8.35% તૂટ્યો છે. જે 1967 બાદથી એક દિવસીય સૌથી મોટો ઘટાડો છે.