રિઝર્વ બેન્કે બેલેન્શ શીટને મજબૂત બનાવવા અને ફ્રોડ અને ડેટા બ્રીચ વિરુદ્ધ સુરક્ષા પર ભાર મૂકતા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને બેન્કો પરની નિર્ભરતા ઘટાડવા માટે તેમના ફંડ એકત્રીકરણને વ્યાપકપણે વધારવા માટે કહ્યું હતું.
RBI દ્વારા રિલીઝ કરવામાં આવેલા રિપોર્ટ ‘ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઑફ બેન્કિંગ ઇન ઇન્ડિયા 2022-23’ અનુસાર વર્ષ 2023 દરમિયાન ઉચ્ચ કેપિટલ રેશિયો, મજબૂત એસેટ ગુણવત્તા તેમજ કમાણીના નોંધપાત્ર આંકડાઓને સહારે ભારતીય બેન્કિંગ સિસ્ટમ અને NBFCs મજબૂત અને સ્થિતિસ્થાપક રહ્યા હતા.
વર્ષ 2022-23 દરમિયાન ક્રેડિટ, રિટેલ અને સર્વિસ સેક્ટર્સને સહારે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક (SCBs)ની કોન્સોલિડેટેડ બેલેન્શ શીટમાં 12.2%ની વૃદ્ધિ જોવા મળી હતી. ડિપોઝિટ ગ્રોથમાં પણ વધારો થયો હતો. આગામી સમયમાં જ્યારે બેન્કો અને NBFCs વચ્ચેનું જોડાણ વધ્યું છે ત્યારે બેન્કના ફંડ પરની નિર્ભરતા ઘટાડવા માટે NBFCsએ ફંડ એકત્રીકરણના સંસાધનોને વધારવા પર ફોકસ કરવું જોઇએ. બેન્કો તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ તેમની ગ્રાહક સેવામાં વધુ સહાનુભૂતિ લાવવાની જરૂર છે.