ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે નિવેદનમાં કહ્યુ છે કે, ગણેશભાઈની તૈયારી છે અને આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
અલ્પેશ ઢોલરિયા કહી રહ્યા છે કે, ધારાસભ્ય પણ આપણી પાસે કાંઇ ઘટે નહી એવા છે ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય. હવે ગણેશભાઈ પણ આપણી વચ્ચે કામ કરે છે, ગણેશભાઈની પણ હવે તૈયારી છે, એકાદ દિવસમાં આપણી વચ્ચે આવે છે. તો આપણે એમનો કાર્યક્રમ પણ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવશું. શ્રાવણ માસના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજુ કાંઈ આવે કે ના આવે જ્ઞાતિ જાતિના વાળા ન આવે અને આપણે બધા એક થઈને રહીએ. આપણા તાલુકામાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના છે.