Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઈંગ ગ્રુપ-એની મેચ હવે પૂરી થઈ ગઈ છે. ગુરુવારે આ ગ્રુપમાં શ્રીલંકાએ નેધરલેન્ડને 7 રનથી અને UAEએ નામ્બિયાને હરાવ્યું હતું. આ રીતે શ્રીલંકાની ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ ભલે શ્રીલંકા સામે હારી ગયું હોય, પરંતુ પ્રથમ બે મેચમાં જીતને કારણે તેના પણ 3 મેચમાંથી 4 પોઈન્ટ છે. સારા નેટ રન રેટના આધારે શ્રીલંકા પ્રથમ અને નેધરલેન્ડ બીજા ક્રમે છે.


141 રન જ બનાવી શકી નામ્બિયા
UAEએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલા બેટિંગ કરતા UAEએ 3 વિકેટે 148 રન કર્યા હતા. તો શ્રીલંકા જેવી ટીમને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરનાર નામ્બિયાની ટીમ 8 ઓવરમાં 141 રન જ બનાવી શકી હતી અને 7 રન હારી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ગ્રુપમાં શ્રીલંકાની ટીમને સ્થાન મળ્યું
શ્રીલંકાએ ક્વોલિફાઈંગ ગ્રુપ-એમાં પ્રથમ સ્થાન મેળવીને સુપર-12માં ગ્રુપ 1 માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે જ નેધરલેન્ડે ગ્રુપ 2માં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પહેલેથી જ સુપર-12 ગ્રુપ 1માં હાજર છે. હવે તેમાં શ્રીલંકા પણ જોડાઈ ગયું છે.

સુપર-12 ગ્રુપ 2માં નેધરલેન્ડ ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ પછી પાંચમી ટીમ બની ગઈ છે. શુક્રવારના રોજ ક્વોલિફાઇંગ ગ્રુપ બીની મેચ પૂરી થયા પછી બન્ને ગ્રુપમાં છઠ્ઠી ટીમની ખબર પડશે.