રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલી 219 જગ્યાને ભરવા ભરતી બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે પણ ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરવા માગતા હોય, તો તેઓ 10 જાન્યુઆરી 2024ને બુધવાર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. રાજકોટ મનપામાં ખાલી પડેલી વિવિધ 219 જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. મહાનગરપાલિકામાં જુદી જુદી કેટેગરીની ભરતી કરવામાં આવી રહી છે જેમાં સૌથી વધુ જુનિયર ક્લાર્કની 128 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. ઉમેદવારો ભરતીની જગ્યા, કેટેગરી, પગાર ધોરણ, લાયકાતના નિયમી સહિતની તમામ બાબતોની જાણકારી માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટનો સંપર્ક કરી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર (મહેકમ) અનિલ ધામેલિયાએ સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન, આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન, ફાયર ઓપરેટર સહિતની જુદી જુદી 9 કેટેગરીની કુલ 219 જગ્યાની ભરતી જાહેર કરી છે. ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક અને ઉમેદવારોએ વધુ માહિતી માટે રાજકોટ મનપાની સત્તાવાર વેબસાઇટ પર જઇ www.rmc.gov.in સત્તાવાર નોટિફિકેશન ચકાસી વધુ વિગતો મેળવી શકે છે. આ ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024 છે.