ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે. લાંબા સમય બાદ બે રાજકીય દિગ્ગજ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે મુલાકાત થઇ છે. ગત રાત્રે 9 વાગ્યાથી 9.25 મિનિટ સુધી સર્કિટ હાઉસના પ્રથમ માળ પર આ બેઠક યોજાઈ હતી. એકાએક યોજાયેલી મુલાકાતથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેમજ ચર્ચા ચાલી છે કે રાજકારણમાં કંઈક નવા જૂની થઈ શકે છે. જોકે, શંકરસિંહ વાઘેલા બાપુએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર કહ્યું કે, આ સૌજન્ય મુલાકાત હતી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, રક્ષાબંધનને કારણે સર્કિટ હાઉસ હતો અને એ સમયે અમિત શાહનો કાફલો આવ્યો. અમિત શાહે સર્કિટ હાઉસમાં પુછ્યું કે કોણ હાજર છે ? તો જવાબ મળ્યો કે શંકરસિંહ વાઘેલા છે. એ પછી એમણે મને ચા પીવા માટે કહ્યું તો અમે ચા પીવા માટે ભેગા થયા હતા.