Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આઇટી કંપની ઇન્ફોસિસનો કોન્સોલિડેટેડ નફો માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર દરમિયાન 30% વધી રૂ.7,969 કરોડ રહ્યો છે. કંપનીએ ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.6,128 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કોન્સોલિડેટેડ આવક પણ ક્વાર્ટર દરમિયાન 1.3% વધી રૂ.37,923 કરોડ રહી છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.37,441 કરોડ નોંધાઇ હતી.

કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2024 માટે શેરદીઠ રૂ.20ના ડિવિડન્ડની તેમજ શેરદીઠ રૂ.8ના સ્પેશિયલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

કંપનીએ ક્વાર્ટર દરમિયાન 20.1%નું ઓપરેટિંગ માર્જિન પણ નોંધાવ્યું હતું. તે વર્ષ 2023-24 દરમિયાન 20.7% હતું. માર્ચ 2024ના નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો નફો 8.9% વધી રૂ.26,233 કરોડ રહ્યો છે જે નાણાકીય વર્ષ 2023 દરમિયાન રૂ.24,095 કરોડ નોંધાયો હતો.

કંપનીની વાર્ષિક આવક 4.7% વધી રૂ.1,53,670 કરોડ થઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.1,46,767 કરોડ રહી હતી.

ઇન્ફોસિસના CEO અને એમડી સલિલ પારેખે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024 દરમિયાન સૌથી વધુ મૂલ્યની ડીલ કરી છે. જે ગ્રાહકોનો અમારી કંપનીમાં મજબૂત ભરોસો દર્શાવે છે.