ભારતીય શેરબજારોમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1200 અંક ઘટી 57,766 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 316 અંક ઘટી 17,242 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા પહેલાં જ શેરબજારમાં મોટી અફરાતફરી સર્જાઈ છે.
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 5.69 ટકા ઘટી 1023 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 4.49 ટકા ઘટી 1453.55 પર કારોબાર કરી રહ્યો છે, જોકે બ્રિટાનિયા 0.32 ટકા વધી 3662.00 પર કારોબાર કરી રહ્યો છે.