વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદી જ્યાં રોકાયા છે એ હોટલમાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમણે બાળકો સાથે હાથ મિલાવ્યો હતો. તેમને આવકારવા માટે દાંડિયા ડાન્સ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું.
પીએમ મોદી ગુરુવારે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડુડાને મળશે. આ 45 વર્ષમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ પોલેન્ડ યાત્રા છે. અગાઉ 1979માં મોરારજી દેસાઈ ત્યાં ગયા હતા.
ભારત છોડતાં પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. મારી આ મુલાકાત પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોનાં 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર થઈ રહી છે. પોલેન્ડ મધ્ય યુરોપમાં અમારું આર્થિક ભાગીદાર છે."