વિશ્વની સૌથી ડરામણી ઢીંગલી બ્રિટનના દક્ષિણ યોર્કશાયરના રોધરહામમાં છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ ડોલે અત્યાર સુધીમાં 17 માણસો પર હુમલો કર્યો છે. એવું માનવામાં આવે છે કે, આ ઢીંગલી પર એલિઝાબેથ નામની કન્યાનો પડછાયો છે, જેને તેના પતિએ દગો આપ્યો હતો. આ કારણથી તેને બ્રાઇડલ ડોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ન્યુયોર્ક પોસ્ટ સાથેની મુલાકાતમાં પેરાનોર્મલ નિષ્ણાત અને ઢીંગલીના માલિક લી સ્ટીરે જણાવ્યું હતું કે, આ બ્રાઇડલ ડોલ હંમેશા મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. હવે અમારી પાસે ફિલ્મ ધ કોન્જુરિંગની ઘણી ભૂતિયા વસ્તુઓ છે, તેથી ઢીંગલી ઈર્ષ્યા કરે છે. આવી સ્થિતિમાં ડોલે ફરીથી ધ્યાન આકર્ષિત કરવા હુમલા તેજ કર્યા છે.
લીએ જણાવ્યું કે, જ્યારે તે થોડા દિવસો પહેલા મ્યુઝિયમમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને પોતાની ગરદન પર બળતરાનો અનુભવ થયો હતો. તેણે તેની પીઠ પર ઉઝરડા પણ જોયા. તેણે કહ્યું કે આ ઢીંગલી મહિલાઓ પર હુમલો કરતી નથી. કેટલાક લોકોને લાગે છે કે કોઈ વ્યક્તિએ એલિઝાબેથ સાથે ગેરવર્તણૂક કરી હશે, જેના પછી તે બ્રાઇડલ ડોલમાં રહે છે.