Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મંગળવાર, 25 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું ₹2,034 મોંઘું થઈને ₹1,25,342 પર પહોંચી ગયું છે. ગઈકાલે 10 ગ્રામ સોનું ₹1,23,308નું હતું.


જ્યારે, ચાંદી ₹3,369 મોંઘી થઈને ₹1,57,019 પર પહોંચી ગઈ છે. આ પહેલા ચાંદીની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,53,650 હતી. 17 ઓક્ટોબરે સોનાએ ₹1,30,874 અને 14 ઓક્ટોબરે ચાંદીએ ₹1,78,100નો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 49,180 રૂપિયા વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે હવે 1,25,342 રૂપિયા થઈ ગયું છે.

ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 71,002 રૂપિયા વધ્યો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે હવે 1,57,019 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.