ભારત અને દુનિયાના અન્ય દેશોમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે, જેથી હૃદયરોગની બીમારી ઝડપથી વધી રહી છે. વૈશ્વિક સ્તરે, 2019માં હૃદયરોગ 1.79 કરોડ લોકોના મોતનું કારણ બન્યો હતો જેમાં 38% અકાળે મોત થયાં હતાં.
સિટી હાર્ટબીટ ઇન્ડેક્સ 2024 અનુસાર, મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિઓની અછતને કારણે દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવાં શહેરો ખરાબ સ્થિતિમાં છે. દુનિયાભરનાં ટોચનાં 50 શહેરો પર થયેલા સ્ટડીમાં દિલ્હી 34મા, મુંબઈ 35મા અને કોલકાતા 37મા નંબરે છે. બીજી બાજુ હોંગકોંગ, લંડન અને ન્યૂયોર્ક જેવાં ઊંચી આવકવાળાં શહેરો હાર્ટબીટ ઇન્ડેક્સમાં ટોચ પર છે. રિપોર્ટમાં કાહિરા સૌથી નીચલા 50મા સ્થાને છે.
કાઠમંડુ 49મા, ઢાકા 47મા અને કરાચી 43મા સ્થાને છે. ખરાબ રેકિંગ માટે વાયુ પ્રદૂષણ-સ્વાસ્થ્ય સેવા જવાબદાર: કોલકાતા, મુંબઈ અને દિલ્હીના ખરાબ રેન્કિંગ માટે વાયુ પ્રદૂષણ અને ખરાબ સ્વાસ્થ્ય સેવાઓને જવાબદાર ગણવામાં આવી છે. શહેરી વિસ્તારમાં ઝાડ-પાનની અછત પણ ખરાબ રેન્કિંગનું કારણ છે.