સુરતમાં 4 મહિના પહેલાં લૉન્ચ કરાયેલી ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમને સુરતીઓએ આદત બનાવી દીધી છે પરંતુ હજુ પણ કેટલાંક સિગ્નલ ઉપર હાલાકી પડે છે. ગ્રીન લાઇટના સિગ્નલને ઓછો અને રેડ લાઇટ સિગ્નલને વધારે સમય ફાળવાતાં ટ્રાફિક જામ થાય છે. બીજી તરફ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરતની ટ્રાફિક વ્યવસ્થા અને એક એનજીઓની સહાયથી ટ્રાફિક મૅનેજમેન્ટથી પ્રભાવિત થયા છે. તેથી તેઓ આ વ્યવસ્થા તેમના ગૃહ જિલ્લા નાગપુરમાં લાગુ કરવા માગે છે. આ માટે તેમણે નાગપુર તંત્રની એક ટીમને સુરત ટ્રાફિક મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે મોકલશે. એપ્રિલથી લાગુ કરાયેલી નવી ટ્રાફિક લાઇટ સિસ્ટમના કારણે શરૂઆતમાં ઘણી સમસ્યા સર્જાઈ હતી. ખામીઓના સુધારા પછી હવે સુરતમાં ટ્રાફિક પહેલાંની તુલનામાં સરળ થયો છે. જેનાથી સુરતમાં રોડ અકસ્માતોમાં થનારાં મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સુરતમાં વર્ષોથી ટ્રાફિક મેનેજમેન્ટનું કામ એક ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થા કરી રહી છે. જેની જાણકારી મળતાં ગડકરીએ નાગપુરના અધિકારીઓને કહ્યું કે સુરતની ટ્રાફિક વ્યવસ્થાનું કુશળતાપૂર્વક સંચાલન એક એનજીઓ કરે છે. જેની નાગપુરે સુરત પાસે શીખ મેળવવી જોઇએ.
શહેરમાં પ્લાનિંગ અને સરવે વગર ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ લૉન્ચ કરાઈ છે. જેમાં 100થી 150 મીટરના અંતરે પણ સિગ્નલ લગાવાયા છે. સિગ્નલ ઉપર પીળી લાઇટ લગાવાઇ જ નથી અને સિસ્ટમના ટાઇમર સેટ કરાયા નથી. જેના કારણે જે ચાર રસ્તા ઉપર ટ્રાaફિક જામ નહોતા થતાં ત્યાં પણ જામ સર્જાવા લાગ્યા છે. પિક-અવરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય છે. શહેરમાં જ્યાં સિગ્નલની જરૂર નથી ત્યાં પણ સિગ્નલ લગાવી દીધાં છે. 1 કિમીના અંતરમાં 4થી 5 સિગ્નલ લગાવી દીધાં છે. જેનાથી લોકોનો સમય અને ઇંધણનો બગાડ થાય છે અને પ્રદુષણ વધી રહ્યું છે.