બ્રિટનની કેટલીક સ્કૂલોમાં એકવાર ફરી અભ્યાસ માટે કડકાઇ શરૂ થશે. ભૂલ થવા પર બાળકોને ઠપકો પણ અપાશે. શારીરિક દંડનો પણ દોર ફરી શરૂ થઇ શકે છે. તેનું કારણ સ્કૂલોમાં સખત અનુશાસનમાં છૂટ બાદ બાળકોનું સતત બગડતું પરિણામ છે. દરમિયાન, કેટલીક ખાનગી સ્કૂલોએ તેના નિરાકરણ માટે જૂના સખત અનુશાસન સાથે અભ્યાસના વિકલ્પનું સૂચન કર્યું છે. તેના માટે ખાનગી સ્કૂલ માતા-પિતા પાસે પરવાનગી માંગીને વધુ ફીસ માંગી રહ્યાં છે.
આ પ્રસ્તાવ ઉત્તર લંડનની મિશેલા કમ્યુનિટી સ્કૂલના પ્રોફેસર કેથરીન બીરબલ સિંહે આપ્યું છે. ત્યારબાદ લંડનમાં દલીલ શરૂ થઇ ચૂકી છે. આ મામલે રાજકારણ શરૂ થઇ ચૂક્યું છે અને દેશ બે ભાગમાં વિભાજીત થઇ ચૂક્યો છે. આ કડકાઇનો વિરોધ કરતા લોકો અનુસાર અમે સ્કૂલોને શિક્ષણના કેન્દ્ર તરીકે જોઇએ છે ન કે સફળતાના રોકેટ લોન્ચિંગ પેડની માફક. બીજી તરફ, આ પદ્ધતિનો વિરોધ કરે છે કે બાળકોની પ્રગતિ માટે શારીરિક દંડનો વિકલ્પ યોગ્ય નથી. તેમની સરાહના, મેરિટ પોઇન્ટ્સ મારફતે પણ તેમને પ્રોત્સાહિત કરી શકાય છે. કેટલાક સમાજશાસ્ત્રી તર્ક રજૂ કરે છે કે વ્યસ્ક જેને કઠોરતા કહે છે, બાળકો તે અનુશાસન પસંદ કરે છે. તેમને અહેસાસ થાય છે કે તેનાથી તેમની પ્રગતિ અને વિકાસ થશે.
વાસ્તવમાં, ક્લાસરૂમ પોલિટિક્સ બ્રિટનમાં ક્લાસ પોલિટિક્સનો હિસ્સો રહ્યો છે. બ્રિટનમાં અલગ અલગ વર્ગોના લોકોના બાળકો માટે અલગ અલગ સ્કૂલ છે. રોનાલ્ડ દહલ પુસ્તક ‘ધ એગોની’માં લખે છે કે બ્રિટનની ગ્રામર સ્કૂલોમાં બાળકોને કોઇ ભૂલ પર અથવા કંઇ યાદ ન રહેવા પર ત્યાં સુધી માર મરાતો જ્યાં સુધી શરીરમાંથી લોહી ન નીકળે. પછી તે કોઇ રાજકુમાર હોય કે કોઇ ગરીબનું સંતાન. 1960માં આ ગ્રામર સ્કૂલોને બંધ કરાઇ હતી.
નવી કોમ્પ્રિહેન્સિવ સ્કૂલો ખૂલી હતી. જૂની રીતો છોડી દેવાઇ હતી, પરંતુ કેટલીક હદ સુધી કડકાઇ ચાલુ હતી. ત્યારબાદ બ્રિટનમાં સનબીમ સ્કૂલોનો દોર આવ્યો. કોઇપણ પ્રકારનો શારીરિક દંડ કે ઠપકો અપાતો ન હતો. હવે સ્કૂલોમાં રમત, સામૂહિક કામ મારફતે શિક્ષણ અપાય છે. કેટલાક શિક્ષકોના મતે તેનાથી બાળકોની શીખવાની પ્રક્રિયા ધીમી પડી છે અને માનસિક સ્તર ઘટ્યું છે.