જેતપુરના પેઢલા ગામે આજે બપોરના સમયે એક ધાર્મિક પ્રસંગની રસોઈ બનાવતી વખતે ગેસના બાટલાની નળી લીકેજ હોય આગ લાગતા એક બાળકી સહિત પાંચ લોકો દાઝી ગયા હતા અને આગમાં આખું રસોડું ભસ્મીભૂત થઈ ગયું હતું.
પેઢલા ગામે રહેતા હરેશભાઇ મૂળિયાના ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી નજીકના સગાસંબંધીઓ બોલાવ્યા હતાં. અને આ પ્રસંગ નિમિતે ગેસના ચૂલા પર રસોઈ બનતી હતી. તે વેળાએ એકાએક ગેસના બાટલાની નળીમાંથી આગની ઝાળ નીકળતા ત્યાં હાજર લોકોમાં દેકારો મચી ગયો અને નાસભાગ થઈ ગઈ હતી. અને આગની ઝપટે હરેશભાઇના પત્ની નીતાબેન, કાજલબેન અરવિંદભાઈ મૂળિયા, દીપકભાઈ મકવાણા તેમના પત્ની મનીષાબેન તેમજ તેમની પાંચ વર્ષની દીકરી યામી આગની ઝપટે ચડી ગયા હતાં. આ પાંચેય લોકોને સારવાર માટે તરત જ જેતપુર સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતાં.
જેમાં તમામને સારવાર આપવામાં આવી અને ત્રણ લોકો વધુ દાઝી ગયા હોય તેઓને હોસ્પિટલમાં ખાનગીમાં રીફર કરવામાં આવ્યા હતાં. હરેશભાઇને ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી લોકોનો જમાવડો હતો પરંતુ આગ લાગી ત્યારે સદનસીબે પાંચ જ વ્યક્તિઓ રસોડા પાસે હતાં. નહિતર વધુ લોકોને જાનહાની પહોંચી હોત. આગને કારણે ઘરનું રસોડું પણ આખું ભસ્મીભૂત થઈ ગયું હતું. નસીબજોગે આગ લાગી ત્યારે રસોડા પાસે પાંચ જ લોકો હાજર હતા, અન્યથા વધુ લોકો દાઝ્યા હોત.