સુરેન્દ્રનગર એસઓજીના પો.ઈ. એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.બી. પઢીયાર, એએસઆઈ ડાયાભાઈ મોઘરીયા તથા ડ્રા.પો.કો. ગોપાલભાઈ પરમાર વિ. સ્ટાફના માણસો દ્વારા સોશ્યલ મીડીયા ઉપર મોટર સાયકલ ઉપર સ્ટંટ કરી હથિયારથી ફાયરીંગ કરતો વીડીયો વાયરલ થયો હતો. જેની તપાસ કરી હથિયાર પરવાનેદાર તથા સ્ટંટ કરનારા ઈસમની તપાસ કરી એસઓજી કચેરી ખાતે લાવી પુછપરછ કરી અટકાયત કરવામાં આવી છે.
આ સ્ટંટ કરનારો ઈસમ હીતેષભાઈ ઉર્ફે હીલુ દેવજીભાઈ પાટડીયા ( ઉ. વર્ષ- 24 ધંધો પ્રા.નોકરી, રહે. સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નં.1 ) તથા હથિયારી પરવાનેદાર રાયમલભાઈ અમરશીભાઈ જેજરીયા (ઉ.65) ( ધંધો-નિવૃત, રહે-વેરાવદર પગીવાસ તા.વઢવાણ જી. સુરેન્દ્રનગરનાઓ )ની પુછપરછ કરી આરોપી નં.1નાઓએ આરોપી નં.2 પોતાના નાના થતા હોય તેમના પરવાનાવાળા હથિયારથી એક વર્ષ પહેલા મોટર સાયકલ ઉપર સ્ટંટ કરી સીંગલ બેરલ દેશી મજલલોડ બંદુકથી ફાયરીંગ કરેલાનું અને વીડીયો ઉતારેલાનું જણાઈ આવતા બન્ને ઈસમો વિરૂધ્ધ જોરાવરનગર પો.સ્ટે.માં ગુના રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.