Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. લગભગ એક વર્ષ બાદ ઈજામાંથી પરત ફરી રહેલા ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.


ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે કારણ કે જસપ્રીત બુમરાહ તેની સાથે વાપસી કરી રહ્યો છે. ભારતીય ટીમને આવતા મહિને એશિયા કપ અને ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ રમવાનો છે. આવી સ્થિતિમાં જો બુમરાહ ફોર્મ સાથે વાપસી કરશે તો ટીમ મજબૂત બનશે.

ભારતીય સિલેક્ટર્સે આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા લગભગ તમામ સિનિયર્સને આરામ આપ્યો છે, જ્યારે તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા IPL સ્ટાર્સને ટીમમાં તક આપવામાં આવી છે. આ તમામે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બુમરાહ 10 મહિના બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે
જસપ્રીત બુમરાહ લગભગ એક વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. પીઠની ઈજા બાદ તે NCAમાં રિહેબિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની પીઠની સર્જરી પણ કરાવી હતી. બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022ના રોજ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.