શહેરમાં કોઠારિયા સોલવન્ટ અને થોરાળામાં ત્રણ યુવાનએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવને પગલે પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી. કોઠારિયા સોલવન્ટ પાસેના મહમદીબાગમાં રહેતા અવેશ રઝાકભાઇ રફાઇ (ઉ.28)એ પોતાના ઘેર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક માર્કેટિંગ યાર્ડમાં કામ કરતો હતો અને તે ત્રણ ભાઇ એક બહેનમાં મોટો હતો અને તેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હોવાનું અને આર્થિક ભીંસથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.