મધ્યપ્રદેશ, બરોડા, મુંબઈ અને દિલ્હી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. બુધવારે મધ્યપ્રદેશની ટીમે સૌરાષ્ટ્રને 6 વિકેટે હરાવ્યું હતું. બરોડાએ બંગાળ સામે 41 રને જીત મેળવી હતી. મુંબઈએ 224 રનનો ટાર્ગેટ 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. તો દિલ્હીએ યુપીને 19 રને પરાજય આપ્યો હતો.
વેંકટેશ અય્યરે MPમાંથી ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 33 બોલમાં 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. 2 વિકેટ પણ લીધી હતી. અહીં બેંગલુરુમાં બરોડાએ બંગાળને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બંગાળની ટીમ 131 રનમાં સમેટાઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાને 3 વિકેટ મળી હતી.
ચોથા ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈએ વિદર્ભને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ 221 રનને ચેઝ કરતા 19.2 ઓવરમાં 224 રન બનાવીને જીત મેળવી હતી. દિલ્હીએ ઉત્તર પ્રદેશ 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે UP 174 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી તરફથી અનુજ રાવતે 33 બોલમાં 73 રન બનાવ્યા હતા.