મનપાએ ખાસ જેટ પેચર મશીન માટે ટેન્ડર કર્યા હતા. જોકે બાદમાં કોઇને કોઇ ટેક્નિકલ કારણોસર આ ટેન્ડર ખુલ્યા બાદ આગળ વધી શક્યા ન હતા પણ હવે રાજકોટની હાલત જોતા તુરંત જ આ મશીન મારફત કામ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાડાની આસપાસથી ડામર કાઢીને ચોરસ બનાવી નાખે. ત્યારબાદ મશીનમાંથી ખાસ પ્રકારનો ડામર તે ખાડામાં નાખે અને પછી વ્રાઈબ્રેટર મશીનથી તે ડામર દબાવાય અને એકાદ બે કલાકમાં ખાડો બુરાય જાય. આવી જ ટેક્નોલોજી હવે રાજકોટમાં વપરાવાની છે.
ગરમ ડામરથી કામ કરવા પ્રતિ ચોરસ મીટર 350 રૂ.નો ખર્ચ થાય છે, નવી ટેકનોલોજીમાં તે ત્રણ ગણો વધુ હશે ખાડા બૂરવા માટે હાલ જે રીત અપનાવાય છે તેમાં 350 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ખર્ચ આવે છે. જેની સાથે નવી ટેક્નોલોજી સરખાવતા 3 ગણો ખર્ચ થાય પણ હિસાબ કરતા એક વર્ષમાં એક જ ખાડો 3 વખત બુરાય છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ખાડો પડે ત્યારે ડામરકામ થઈ શકે નહિ એટલે તેના પર મેટલિંગ નાખવામાં આવે જે ભારે વરસાદમાં ધોવાઈ જાય એટલે એ ખર્ચ માથે પડે.